My Blog List

Wednesday, March 13, 2024

 બે દિવસ પહેલા બારોટ દ્વારા  રજુ થતા તેમજ બારોટ  વિષે લખાયેલ કેટલાક વેબ પેજની લીંક મૂકી હતી. તેમાંની પ્રથમ લીંક પર આવેલા બ્લોગનો ટુંકો પરિચય મુકું છું. બ્લોગ બનાવી તેમાં લખાણ મુકવું પ્રમાણમાં અઘરું અને સમય લે તેવું છે. છતાં આ બ્લોગ બનાવનારે સારી મહેનત લઈ સરસ બ્લોગ બનાવેલ છે. તેનો દેખાવ આકર્ષક છે. બ્લોગનું શીર્ષક "બારોટ સમાજ એકતા અભિયાન" એવું રાખેલ છે.   તેની નીચે લેખોના વિષયોની વિભાગવાર વહેચણી કરી છે જેના પર ક્લિક કરતા તે વિભાગનો લેખ વાંચી શકાય છે. તેવીજ રીતે પેજની જમણી તરફ આ બ્લોગમાં સમાવેશ કરેલ દરેક સામગ્રીની વહેચણી કરી છે.

પેજના ઉપરના ભાગે "હોમ" પર ક્લિક કરતા બધા લેખો ક્રમાનુસાર ખુલી જાય છે. કુલ ૫૯ લેખો ૧૫ પાનામાં વહેચાયેલા છે. નીચેના ભાગે ૧ થી  ૧૫ દર્શાવેલ છે તેમાં જે નંબર પર ક્લિક કરીએ તે પાનું ખુલે છે. જમણી તરફ દરેક લેખના શીર્ષક દર્શાવેલ તેના પર ક્લિક કરતા જે તે વિષયનો લેખ ખુલે છે. બધા લેખો ૨૦૧૬ થી ૨૦૨૪ દરમ્યાન મુકાયેલ છે તે જમણી તરફ નીચે "archives"માં વર્ષવાર દર્શાવેલ છે તેના પર પણ ક્લિક કરતા જે તે સમયનો લેખ મળી જાય  છે.

ઉપરના ભાગે "About us" પર ક્લિક કરતા અંગ્રેજીમાં વહીવંચા અંગેનો લેખ ખુલે છે તેમાં વહીવંચા અને તેની વહી અંગેની વિગતો છે. Nikhalas samaj darshan પર ક્લિક કરશો એટલે તેજ વિષયનો ૧ થી ૪૦ પાનાનો  ઓગષ્ટ ૧૫નો અંક-૧  જોવા મળશે. તેવીજ રીતે જમણી તરફ "Ragishtration"પર ક્લિક કરતા બારોટ સમાજનું ડિરેક્ટરી ફોર્મ પર જવાય છે. પરંતુ ડિરેક્ટરી હજુ મુકેલ જણાતી નથી. તેની બાજુમાં જોબ માટેની નોંધણી માટેનું ફોર્મ મુકેલ છે. પણ જોબ આપવા માટે કઈ વ્યવસ્થા છે તે સમજાતું નથી. આ બ્લોગનું સંચાલન કરનારનું નામ,સરનામું,ફોન નંબર કે ઈ મેલ એડ્રેસ હું શોધી શક્યો નથી. આ રીતે અન્ય વેબ પેજોની લીન્કો મોકલી છે તેના પર ક્લિક કરી વિગતવાર પેજની મુલાકાત લઈ શકાય છે.

એકંદરે આ બ્લોગ ઘણો સરસ બનાવેલ છે. અને ઘણો માહિતી સભર છે

 બે દિવસ પહેલા બારોટ દ્વારા  રજુ થતા તેમજ બારોટ  વિષે લખાયેલ કેટલાક વેબ પેજની લીંક મૂકી હતી. તેમાંની પ્રથમ લીંક પર આવેલા બ્લોગનો ટુંકો પરિચય...